“સજા વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી LCB કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લાંબા સમયથી સજા વોરંટના આધારે સામાવાળા મુબારક નુરમામદ નોતીયાર રહે-સપનાનગર સોસાયટી, મસ્જીદની પાછળ, નલિયા-કચ્છવાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ આધારે વિકેશભાઇ રાઠવા તથા અનિલભાઇ ખટાણાનાઓને મળેલ માહિતી આધારે મજકુર ઇસમને પકડી વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ ઇસમ
નુરમામદ નોતીયાર રહે-સપનાનગર સોસાયટી,મસ્જીદની પાછળ,નલિયા-કચ્છ
- નીચેના સજા વોરંટમાં પકડવાનો બાકી હતો
નામદારશ્રી અધિક જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ.ક સાહેબની કોર્ટ મુકામ માંડવી ના સજા વોરટ
જેના કો.કા.નં-૭૭૮/૨૦૨૩ ના સજા વોરંટમાં પ્રકડવાનો બાકી.