સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજદ્વારા આયુષ મેળો યોજાશે

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શંન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ
દ્વારા આયુષ મેળો તા. ૧૩/૦૩/૨૦૨૬ શુક્રવાર ના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ
ખાતે સવારે ૯:૦૦ થી બપોરના ૫:૦૦ વાગ્યા સુધી યોજાશે.
મુખ્ય અતિથિ તરીકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યશ્રી
કેશુભાઈ પટેલ , કલેકટર, શ્રી આનંદ પટેલ , માન: પોલીસ અધિક્ષક, શ્રી વિકાસ સુંડા,
નિવાસી અધિક કલેકટર, શ્રી દિપેશ ચૌહાણ પ્રાંત અધિકારી, શ્રી અનિલ જાદવ ઉપસ્થિત
રહેશે.
 આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ.
 આયુર્વેદની પંચકર્મ સારવારનું લાઈવ ડેમોન્સટ્રેશન, આયુર્વેદ-હોમિયોપેથી વિષયક
પ્રદર્શન અને નિદર્શન, યોગ વિષયક નિદર્શન તથા પ્રદર્શન, ઔષધિ વનસ્પતિ પ્રદર્શન
તથા અન્ય સ્પર્ધાઓ રાખવામા આવેલ છે.
 સ્વાસ્થય વર્ધક અમ્રુતપેય ઉકાળા.
 જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકો ની સ્વાસ્થય રક્ષા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર.
 ૧૦ દિવસથી વધૂ ઉધરસ (ખાંસી), છાતીની ગાંઠ માટે મફત છાતીનો એક્સરે.
 ડાયાબીટીસ અને બી.પી ની તપાસ કરવામા આવશે.
સ્થળ : સરકારિ આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ ગેટ, ભુજ
સમય : સવારે ૯:૦૦ થી બપોરના ૫:૦૦
તારીખ : ૧૩/૦૩/૨૦૨૬