ભુજોડીમાં સ્થાનિક સત્તાધારીઓ દ્વારા ધંધાર્થીઓને કનડગત કરતાં હોવાના આક્ષેપો ઉઠ્યા
ભુજના ભુજોડી ગામમાં સ્થાનિક સત્તાધારીઓ દ્વારા ધંધાર્થીઓને એક યા બીજી રીતે કનડગત કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, ભુજોડીમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ધંધાર્થીઓને યેનકેન પ્રકારે કનડગત કરાતી હોવાના આક્ષેપ તુલસીગિરિ દયાલગિરિ ગુંસાઇ નામના અરજદાર દ્વારા કરવામાં આવેલ છે. તેઓ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ સમસ્યા સતાવી રહી છે. અરજદાર ધંધાર્થીની દુકાન સમક્ષ આડેધડ પુરનો ઢગલો ઠાલવી હેરાનગતિ વધારવામાં આવી છે.