પ્રેમએ યુવકનો જીવ લીધો : હોડકોના યુવાનની હત્યા કેસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું

copy image

copy image

હોડકોના યુવાનની હત્યા પ્રકરણમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, બન્નીના હોડકોમાં 23 વર્ષીય યુવાન ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપોત્રાની હત્યાની તપાસ દરમ્યાન પ્રેમ પ્રકરણ કારભૂત હોવાનું પ્રકાસમાં આવ્યું છે. આ કેસમાં એક કિશોરવયના શખ્સની અટક કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહેલી પરોઢે હોડકોના સીમ વિસ્તારમાં ઇસ્માઇલની હત્યા નીપજાવેલી લાશ મળી આવેલ હતી. ત્યારે આ બનાવની ફરિયાદમાં પાંચ શકમંદનાં નામ પણ જાહેર કરવામાં આવેલ હતા. જેમાં આ કેસમાં વધુ છાનબીન કરતાં હત્યા પછવાડે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે