મધ્યપ્રદેશના વણશોધાયેલ અપહરણ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પધ્ધર પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીથી ઝડપી પડાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને ઈન્ચાર્જ શ્રી એમ.જે.ક્રિશ્ચયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ-ભુજ જીલ્લામાં ઓધ્યૌગીક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય ઈસમો અંગે ચકાસણી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. તે મુજબ બહારના રાજ્યોમાં ખૂન, અપહરણ, લૂંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો ગુનો કરીને ગુજરાત રાજ્યમાં આવી કોઈપણ ઔદ્યોગિક એકમની પાસે વસાહત કરીને રહેતા હોય તેવી શક્યતા હોવાથી આવા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમની બાબતે જરૂરી માહિતી મેળવવા તથા ચકાસણી હાથ ધરવા જણાવવામાં આવેલ.
જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ. ઝાલા દ્વારા ઉપરોક્ત સૂચનાઓના અનુસંધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી. તે મુજબ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવવામાં આવેલ મજૂર વસાહતોના વિસ્તારમાં વોય રાખવામાં આવી રહી હતી. તે દરમ્યાન એ.એસ.આઈ. કૃષ્ણદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ રણજીતસિંહ રાણાનાને તેમના અંગત તથા ભરોસાપાત્ર બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે, મધ્યપ્રદેશ રાજ્ય, સિંગરૌલી જિલ્લાના ચિતરંગી પોલીસ સ્ટેશનના વણશોધાયેલ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી ભોગ બનનાર સગીરાને સાથે રાખી કુકમા ગામ ખાતે દાતારપીર ડુંગર પાછળ આવેલ મજૂર વસાહત નજીક હાજર છે. જેથી મળેલ બાતમીના આધારે પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક વર્કઆઉટ કરી સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરતા બાતમી મુજબનો આરોપી ભોગ બનનાર સગીરા સાથે મળી આવેલ. તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ રાજ્યના સિંગરૌલી જિલ્લાના ચિતરંગી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં સંડોવાયેલ હોવાની ખાતરી થતાં તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ રાજ્યના ચિતરંગી પોલીસ સ્ટેશનના સ્ટાફને તથા તથા ભોગ બનનાર સગીરાને તેમના વાલીવારસને પધ્ધતીસર સુપ્રત કરવામાં આવેલ.
મધ્યપ્રદેશ રાજ્ય જીલ્લો સિંગરૌલી, પોલીસ સ્ટેશન ચિતરંગીઃ- ગુન્હા રજીસ્ટર નંબર- ૦૦૯૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૧૩૭(૨) ગુન્હામાં સંડોવાયેલ આરોપી નામઃ-
સંતલાલ S/O મોતિલાલ શિવનાથ બહેગા ઉ.વ.૨૧ રહે. સજહવા તા ચિતરાંગી જી.સિગરોલી રાજય મધ્યપ્રદેશ
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ રાણા તથા પો.કોન્સ. જયેશભાઈ ચૌહાણ ના વિ. જોડાયેલ હતાં.