કચ્છમાં રાધણગેસના બાટલાની અછત ; ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ચૂલા પર રસોઈ બનાવતા શ્રમજીવીઓ

image-141

ઇરાન ઇઝરાયેલ યુધ્ધ વચ્ચે સામાન્ય લોકો પીસાઈ રહ્યા છે તેવામાં કચ્છમાં ગાંધીધામનો વિડિઓ સામે આવ્યો છે જેમાં ગાંધીધામ વિસ્તારના આવેલ કાર્ગો ઝુંપડપટ્ટીમાં શ્રમજીવી પરિવારો હવે ચુલા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે.

એક સમયે જ્યારે કોરોનાની લહેર આવી હતી ત્યારે આવા દશ્યો સર્જાયા હતા પરંતુ ત્યારે વાસ્તવિકતા જૂદી હતી કારણ કે લોકોને ઘરમાં જ રસોઈ બનાવવા મજબૂર થયા હતા પરંતુ યુધ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવો હવે શ્રમજીવી પરિવારો જાણે આત્મનિર્ભર બન્યા હોય તેમ રાધણગેસના બાટલા વગર ચૂલા પર રસોઈ બનાવતા નજરે પડી રહા છે. આ વરવી વાસ્તવિકતા કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલ કાર્ગો ઝૂંપડપટ્ટીના શ્રમજીવી પરિવારોની છે.