બનાસકાંઠાના ધાનેરામાં લક્ઝરી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી : એકનું મોત છ ઘાયલ

image-153

copy image

copy image

બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પતાવીને મુસાફરોને લઈને અમદાવાદ આવી રહી હતી તે સેમયે ગત મોડી રાત્રે નેનાવા ગામ નજીકથી અચાનક તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.