રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉં સીધી ખરીદી
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. જે
અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત
લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
નોંધણી-: લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે
૦૧/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવે. જેનો મુદત વધારો તા.૧૩/૦૩/૨૦૨૬ થી તા.૨૭/૦૩/૨૦૨૬ સુધી દિન-૧૫
(પંદર) નોંધણીનો સમયગાળો વધારવામાં આવેલ છે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના
બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
ડોક્યુમેન્ટ્સ :- નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી
૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા
કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત
ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
SMS: – ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું
આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેશો
ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ક્રમ રદ થશે અને ખરીદી માટે ખેડૂતોને જાણ
નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.
હેલ્પલાઇન નંબર -:નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો
રહેશે.