અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દિન પ્રતિદિન ભીષણ બનતા ભોગ ઊર્જા પુરવઠો બન્યો : યુદ્ધના કારણે રાંધણ ગેસ આપૂર્તિમાં બાધા અંગેની અફવા પર ધ્યાન ન દેવા મોદીની અપીલ

copy image

copy image

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દિન પ્રતિદિન ભીષણ બનતું જઈ રહ્યું છે અને તેનો ભોગ ઊર્જા પુરવઠો બન્યો છે. હોર્મુઝની ખાડી બંધ થતા દેશમાં ક્રૂડ અને ગેસની અછતની ચિંતા લોકોમાં વધી રહી છે. જેમાં અત્યંત વધારે ડર રાંધણ ગેસને લઈને વધી રહ્યો છે. બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ મર્યાદિત થતા હોટલ અને રેસ્ટોરાંના મેન્યૂ ઉપર અસર દેખાઈ છે. સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે પર્યાપ્ત પુરવઠો છે. ઉપરાંત પુરવઠો સુનિશ્ચિત કરવા અને કાળાબજાર રોકવા માટે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. યુદ્ધની અસરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી એલપીજીના વિકલ્પના રૂપમાં રાજ્યોને 40,000 કિલોલીટર વધુ કેરોસિન ફાળવવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 45 દિવસની સમયમર્યાદા કરવામાં આવી છે. ચિન્હિત લાભાર્થીઓને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં જાણવા મળ્યું છે, શમાં ક્રૂડની પુરવઠાની સ્થિતિ વર્તમાન સમયે સંતોષજનક છે અને અંદાજીત એક લાખ પેટ્રોલ પંપમાં ક્યાંય પણ ઈંઘણ પૂરું થવાની પરિસ્થિતિ નથી. આ ઉપરાંત સરકાર દ્વારા કાળાબજાર અને જમાખોરી રોકવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં વિગતો સામે આવી રહી છે, ભારતે તેલ-ગેસ આપૂર્તિ માટે રશિયા, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, કેનેડા અને અમુક આફ્રિકી દેશો સાથે ખરીદીના સોદા કર્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધના કારણે રાંધણ ગેસ આપૂર્તિમાં બાધા અંગેની અફવા પર ધ્યાન દેવામાં ન આવે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી. . સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને તમામ એજન્સીઓ સતર્ક છે.