ઓમાનના સોહારમાં ભીષણ હુમાલામાં બે ભારતીય નાગરિકનાં મોત

ઓમાનના સોહાર શહેરમાં ઈરને કરેલ ડ્રોનના ભીષણ હુમાલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ હુમલામાં કુલ 11 લોકો ઘાયલ થયા હતા જેમાં 10 ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે. ઘાયલ થયેલા લોકોમાંથી પાંચને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે બાકીના પાંચને હજુ સારવાર હેઠળ રકહવામાં આવેલ છે. મસ્કત નજીકના સોહાર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર આક્રમણ વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેણે ઈરાનમાં 200થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે જ્યારે બૈરૂતમાં પણ રહેણાક ઈમારતો પર હુમલા કરવામાં આવેલ છે.