ભુજ શહેરમાં દીકરીના ઘરે આવેલી 57 વર્ષીય માતાએ દવા ગટગટાવી પોતાની જીવનરેખા ટૂંકાવી

copy image

copy image

ભુજ શહેરમાં દીકરીના ઘરે આવેલી 57 વર્ષીય માતાએ દવા ગટગટાવી પોતાની જીવનરેખા ટૂંકાવી લેતાં અરેરાટી મચી હતી. ભુજના મુંદરા રોડ પર સાગરસિટીમાં દીકરીના ઘરે આવેલાં 57 વર્ષીય માનબાઈ રામજી મહેશ્વરીએ સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર દવા ગટગટાવી લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.