ભચાઉના કુંભારડી નજીક વળાંક પર વીજ થાંભલામાં બાઇક ભટકાતાં બુઢારમોરાના 23 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ભચાઉના કુંભારડી નજીક વળાંક પર વીજ થાંભલામાં બાઇક ભટકાતાં બુઢારમોરાના 23 વર્ષીય યુવાનનું મોત થયું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બુઢારમોરામાં રહેનાર અને ત્રણ વર્ષીય બાળકના પિતા એવો તુલસી રબારી નામનો યુવાન નવાગામ પાસેની જેકવાર કંપનીમાં કામ કરતો હતો. સવારના અરસામાં બાઇક નંબર જી.જે. 39-જે 7260 લઇને તે કામે જવા નીકળ્યો હતો. વહેલી પરોઢે નીકળેલ યુવાન કુંભારડી નજીક સોમનાથ હોટેલ સામે વળાંક પર યુવાનનું બાઇક વીજ થાંભલા સાથે અથડાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. 108ના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા હતા. યુવાનનાં અકાળે મોતને પગલે ભારે ચકચાર મચી હતી . આ ઘટના અંગે કાનજી પાલા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી