અમદાવાદથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઇટ EK 539ને દુબઈમાં લેન્ડિંગની મંજૂરી ન મળતા અધવચ્ચેથી પરત

image-178

copy image

copy image

ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઇટ EK 539ને દુબઈમાં લેન્ડિંગની મંજૂરી ન મળતા અધવચ્ચેથી પરત મોકલવામાં આવી છે. ફ્લાઇટ અચાનક અમદાવાદ એરપોર્ટ પર પરત ફરતા મુસાફરોને ભારે હાલાકીમાં મુકાયા છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં ઉભી થયેલી અસ્થિરતાને પગલે આગામી સમયમાં અન્ય ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.