મેઘપર બોરીચીમાં 79 વર્ષીય વૃદ્ધે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

મેઘપર બોરીચીમાં 79 વર્ષીય વૃદ્ધે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ ઘટના મેઘપર બોરીચીના પરસોત્તમ નગરમાં બની હતી. અહી રહેનાર લગભીરભાઈ ગઢવી નામના વૃદ્ધ ગત દિવસે સવારે પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.