આકસ્મિક તપાસમાં હાર્ડ-મોરમ ખનિજનું ગેરકાયદે ખનન કરતાં એક એસ્કેવેટર મશીન સીઝ કરાયા

માનનિય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે.

આજ રોજ તા.૧૬/૦૩/૨૦૨૬ના ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. વીડી, તા. અંજાર ખાતે આવેલ સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા હાર્ડ-મોરમ ખનિજનું ગેરકાયદે ખનન કરતાં એક એસ્કેવેટર મશીન પકડવામાં આવેલ. સદર ૦૧ વાહનને સિઝ કરી VNS લીઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે.

આમ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કુલ ૫૦.૦૦ લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જેની નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.