રાપર નજીક પગપાળા જઈ રહેલ 7 વર્ષીય માસૂમ બાળકને બાઈકે હડફેટે લેતા મોત

COPY IMAGE

COPY IMAGE

રાપર નજીક પગપાળા જઈ રહેલ 7 વર્ષીય માસૂમ બાળકને બાઈકે હડફેટે લેતા જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, , 12 વર્ષીય પ્રવીણ અને 7 વર્ષીય શૈલેષ પગપાળા ટિફિન લઈ વાડીએ ગયેલ હતા ત્યાથી પગપાળા પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે સામે તીવ્ર ગતિએ આવતી બાઈકના ચાલકે શૈલેષ નામના બાળકને હડફેટમાં લેતાં તેને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.