ગાંધીધામમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

ગાંધીધામમાં ઊંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, અંતરજાળમાં રહેતા આ બનાવના ફરિયાદી એવા વેંકટેશ્વરરાવ સૂર્યનારાયણ કાકી (શેટ્ટી) અગાઉ ઓસ્લોવાળી લાઇનમાં રાવ ઓટોગેરેજ નામથી દુકાન ચલાવી રહ્યા હતા તે સમયે પૈસાની જરૂર હોવાથી આરોપી ઈશમો પાસેથી એક લાખ લીધા હતા. જે ચૂકવી આપ્યા હતા. બાદમાં બાદમાં 2022માં ફરીથી પૈસાની જરૂરિયાત ઊભી થતાં બંને આરોપીને એક લાખ આપી સોનાંની બુટી, સોનાંનો હાર ગીરો રાખી લીધો હતો. બાદમાં વધારે 60 હજાર આપી સો ટકા વ્યાજ ઉઘરાવતા હતા. ફરિયાદીએ આરોપી શખ્સને 4,94,508 આપી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગ સાથે ગીરો મૂકેલા દાગીના પરત ન આપ્યા હતા આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.