સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન

મરીન ટાસ્ક ફોર્સના ADGP શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ IGP શ્રી એ. એમ. મુનિયા સાહેબ અને S.P. શ્રી એસ.જે.પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારા ના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપેલ. જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ-18- 03- 2026 ના રોજ Dysp આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં જખૌ સેક્ટર ના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા જખૌ બંદર, જખૌ જેટી,થી ભારત સોલ્ટ, શિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.તેમજ હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાંજો, બોટો તેમજ મિશાલો જેવા યુદ્ધ માં વપરાયેલ સાધનો જે તૂટીને દરિયાના મારફતે સમાન દરિયામાં તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ છે.