ગાંધીધામમાંથી જાહેરમાં પતા ટીંચતી સાત મહિલાઓની અટક

copy image

copy image

ગાંધીધામમાંથી જાહેરમાં પતા ટીંચતી સાત મહિલાઓને પોલીસે પકડી પાડી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી રજાક ચોકમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહી અમુક મહિલાઓ ગોળ કુંડાળું વાળી ગંજીપાના વડે રૂપિયાની રમત રમી રહી હતી. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રૂ.10,350ની રોકડ સાથે સાત મહિલાઓને પકડી પાડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.