નવ વર્ષ અગાઉ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ત્રણ વર્ષની કેદ

copy image

copy image

નવ વર્ષ અગાઉ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરનાર આરોપી શખ્સને ત્રણ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ભચાઉ પોલીસ મથકે ગુનામાં સંડોવાયેલ આ આરોપી ઈશમને પોલીસ પકડવા ગયેલ હતી. ત્યારે વર્ષ 2016ના આ બનાવમાં પોલીસ પોતાને પકડવા આવી હોવાનું જાણીને આરોપી લતિયાએ પોલીસને જાનથી મારી નાખવાના ઇરાદાથી છરી વડે હુમલો કરી દીધો હતો. અને આ આરોપી નાસી છૂટ્યો હતો. જેને બાદમાં પોલીસ ટીમે પકડી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.