ખેડૂતો પર આફતના વાદળ! પશ્ચિમ કચ્છના લખપતમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાતથી પશ્ચિમ કચ્છના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના લખપત. નખત્રાણા અને અબડાસા તેમજ ભુજ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતાં, તો લખપત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.

ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા તેવામાં ગુજરાતનું વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે લખપત વિસ્તારના ખેડૂતોને પણ તૈયાર થયેલ પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે કમોસમી વરસાદને લઈને વિજપુરવઠો ઘડી ઘડી ખોરવાઈ છે તેના કારણે પણ સમસ્યાનો નો સામનો કરવો પડે છે.