ટપ્પર ડેમમાં પડી જવાથી મૂળ પશ્ચિમ બંગાળના યુવાનનું મોત
copy image

અંજાર ખાતે આવેલ ટપ્પર ડેમમાં પડી જવાથી મૂળ પશ્ચિમ બંગાળના 34 વર્ષીય યુવાનનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ટપ્પર નજીક આવેલી મેઘા એન્જિનીયરિંગ કંપનીમાં પશ્ચિમ બંગાળથી કામ કરવા આવેલા માન્ટોસ નામના યુવાનનું મોત થયું હતું. હતભાગી તા. 16/3થી ગુમ થઈ ગયેલ હતો. ત્યાર બાદ ટપ્પર ડેમમાં તેની તરતી લાશ મળી આવતા ભચાઉ અગ્નિશમન દળને તેની જાણ કરવામાં આવતા દળના કર્મચારીઓએ આ યુવાનની લાશ બહાર કાઢી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.