મીઠીરોહરમાં 24 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવ ત્યાગ્યો
copy image

મીઠીરોહરમાં 24 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મીઠીરોહર ખાતે અંબિકા ટ્રાન્સપોર્ટ ઓફિસ નંબર પાંચમાં રહી અને કામ કરનાર વિષ્ણુ લાલચંદ વૈષ્ણવ નામના યુવાને કોઈ અકળ કારણોસર બ્લોક-બી એ. વી. જોશીની બાજુમાં ઓફિસ નંબર-8માં પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ત્યાગી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.