બાગાયત ખેડૂતો માટે વાતાવરણમાં આવેલબદલાવમાં આંબા/ખારેક પાકમાં કાળજી લેવા અંગે સંદેશઅંગે સંદેશ

આથી કચ્છ જીલ્લાના આંબા અને ખારેકની ખેતી કરતા બાગયતદાર ખેડુતોને
જણાવવામાં આવે છે કે, હાલ વાતાવરણમાં આવેલ બદલાવમાં આંબા અને ખારેક પાકમાં
વિશેષ કાળજીની જરૂરીયાત છે. આંબા પાક માં વાદળછાયાં વાતાવરણ ના લીધે ભેજ નું
પ્રમાણ વધે છે, જેના થી ભુકીછારો અને કાલવ્રણ જેવા ફુગ જન્ય રોગો અને મધિયા નો
ઉપદ્રવ વધુ પ્રમાણ માં જોવા મળી શકે છે. જેના માટે વાતાવરણ ચોખુ થયા પછી તરત
જ ફુગનાશક દવા જેવી કે,બ્લુકોપર ૪૦ ગ્રામ + સ્ટેપટ્રોસાયક્લીન ૨ ગ્રામ/૧૫ લી.
પાણીમાં, કાર્બેંન્ડાઇજીમ ૧૨% WS + મેન્કોજેબ ૬૩% WS(૩૦-૪૦ ગ્રામ/૧૫ લિટર પાણી
માં), હેકજાકોનાજોલ ૫% EC (૨૦ થી ૨૫ મીલી/ ૧૫ લિટર પાણી માં) દવાનો છંટકાવ
કરવો. જીવાત ના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL ૩ થી ૪ મીલી/ ૧૦ લિટર
પાણી માં) અથવા થાયોમીથોકજામ ૨૫% WG (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી માં), સાથે
સાથે નાઇટ્રોજન યુક્ત ખાતર નો ઉપયોગ ટાળવો જોઇએ. તેમજ પ્રાક્રુતિક ખેતી કરતા
ખેડુતો માટે ફુગજન્ય રોગો માટે ખાટી છાસ નો (૩-૪ લીટર/ ૧૦૦ લિટર પાણી માં). અને
જીવાત માટે નિમાસ્ત્ર (૩ થી ૪ લીટર/૧૦૦ લીટર પાણીમાં) નો ઉપયોગ કરવાની
ભલામણ કરવામાં આવે છે.
ખારેકની ખેતી કરતા ખેડૂતોને જણાવવામાં આવે છેકે જેઓને હાલ Pollination
ચાલુ હોય અને છેલ્લા બે દિવસમાં Pollination કરેલ હોય તેઓએ ફરીથી છેલ્લા બે
દિવસોમાં કરેલ હાથાઓ પર ફરીથી Pollination કરવાની ભલામણ કરવામાં આવે છે.