મુંદ્રાના છસરામાં હોજમાં ડૂબી જવાથી 11 વર્ષીય માસૂમનું મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ છસરામાં હોજમાં ડૂબી જવાથી 11 વર્ષીય માસૂમ કિશોરનું મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, છસરા ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડી વિસ્તારમાં આવેલા હોજમાં કેવીન લાલજીભાઈ બલદાણિયાનું કોઈ કારણે ડૂબી જવાથી મોત થયું હતું. આ બના અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.