એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી:-
એક જાગૃત નાગરિક

આરોપી:-
ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયા
ધંધો-નોકરી, ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર, તથા ટેક્ષ કલેક્ટર, વર્ગ-૧, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર

ગુનો બન્યા તારીખ- તા.૨૦/૦૩/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:-
રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-
રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:- રૂપિયા ૧,૦૦,૦૦૦/-

ગુનાનુ સ્થળ:-
ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર આરોપીની ઓફીસમાં

ગુનાની ટુંક વિગત: -*
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરીયાદીશ્રીએ વાહન વેચાણ કરેલ જેમાં એક ગ્રાહકના મહાનગરપાલિકામાં વાહનના ટેક્ષ ભરવા બાબતે વિસંગતતા ઉભી થતા આ કામના આરોપી દ્રારા ફરીયાદીશ્રીને ફરીયાદ નહી કરવા તેમજ ફરીયાદીશ્રીની એજન્સીનુ લાયસન્સ રદ નહી કરવા, તેમજ કાયદેસરની કાર્યવાહી નહી કરવાના અવેજ પેટે આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરેલ છે.

ટ્રેપીંગ ઓફીસર:-
શ્રી એમ.એમ.સોલંકી
પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.

સુપર વિઝન અધિકારીશ્રી:-
શ્રી ડી.એ.ચૌધરી
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ

ઇન્ચાર્જ અધિકારી :-
શ્રી હરેશ મેવાડા
નાયબ નિયામક
અમદાવાદ