ભુજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુબેલી ખાતે પાંચસો ચકલી ઘર, અઢીસો ફૂટ ફીડર, બસ્સો પાણીના કુંડા નો વિતરણ

1003250005

આધુનિક યુગમાં વધતી જતી કોન્ક્રીટ વસાહતો, મોબાઈલ ટાવરો અને વધુ પડતો જીવજંતુનાશક દવાઓના ઉપયોગના કારણે પશુ પક્ષીનું જીવન દુષ્કર થઈ રહ્યું છે અને દિવસે અને દિવસે પશુ પક્ષીને પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે આ કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓ પાણી માટે  તરફડી રહ્યા છે ત્યારે ગામે ગામ ચકલીના ઘર પાણીના કુંડા અને માળા વગેરેનો વિતરણ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે ત્યારે ઘણા સમયથી પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યા છે *રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી* ભુજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુબેલી ખાતે પાંચસો ચકલી ઘર, અઢીસો ફૂટ ફીડર , બસ્સો પાણીના કુંડા નો વિતરણ કરવામાં આવ્યું હતું ધોમધખતા તાપમાં અબોલ પશુઓ અને પક્ષીઓ પાણી શોધતા અને તરફડતા હોય ત્યારે આ અબોલ જીવોને સાતા પહોંચાડવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા આવા જીવ દયા ના કાર્યો માટે ગુરુદેવ શ્રી ની સતત પ્રેરણા મળતી રહે છે અને જીવદયા ના ઉતમકાર્યો થતા રહે છે એ માટે આ સેવા કાર્યમાં પૂર્વીદીદી, બીનાદીદી, હેતલદીદી, ભાવનાદીદી, રૂપલ દીદી અને ધર્મેન્દ્રસિંહ, હર્ષદભાઈ નિર્મલ , હિરેનભાઈ, ઓજસભાઈ, વેલજી દાદા, પ્રદીપભાઈ, હાર્દિકભાઈ દોશી, હાર્દિકભાઈ મહેતા, મનીષભાઈ, શ્રેયાંશભાઈ, હિંમતભાઈ આનંદભાઈ, ધનંજયભાઈ, નીતિનભાઈ, રમેશભાઈ, વિરલભાઈ, કિશનભાઇ અને તુલસીભાઈ . પચ્ચીસ થી વધારે ગુરૂ ભક્તો સેવા કાર્યમાં જોડાયેલા હતા અને સેવા યજ્ઞ ને સફળ બનાવ્યો હતો.