ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલની ભુજ ખાતે જિલ્લાના સંસ્કૃત કક્ષના સંયોજકો સાથે સંવાદ બેઠક યોજાઇ

1 (5)

   આજરોજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ, ભુજ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલ દ્વારા જિલ્લામાં સંસ્કૃત કક્ષ શરૂ કરનાર શાળાઓના સંયોજકશ્રીઓ સાથે સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

        ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ માટે ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં ૧૯ જેટલી શાળાઓમાં સંસ્કૃત કક્ષ શરૂ કરવા માટે રૂપિયા ૫૦૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ વધુને વધુ શાળાઓમાં આવા સંસ્કૃત કક્ષ શરૂ કરવા શાળાઓ દ્વારા દરખાસ્ત મુકાય એવો અનુરોધ ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત બોર્ડ ગુજરાતમાં સંસ્કૃતના વિકાસ માટે નવી નવી યોજનાઓ બનાવી રહ્યું છે, ત્યારે શિક્ષક મિત્રો શાળાઓના માધ્યમ દ્વારા સંસ્કૃત ભાષાને સમાજ સુધી પહોંચતી કરવા તથા સંસ્કૃતના ગૌરવ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ બનવા ચેરમેનશ્રીએ હાકલ કરી હતી.

        ઉપસ્થિત સંસ્કૃત કક્ષના સમગ્ર જિલ્લામાંથી આવેલા સંયોજકશ્રીઓ પાસેથી ચેરમેનશ્રીએ સંસ્કૃત ભાષાના વિકાસ માટેના અભિપ્રાયો જાણ્યા હતા.        સંવાદ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઇ શ્રી મોહનદાન ગઢવી, જિલ્લા નોડલ અધિકારી શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી, ઇન્દ્રાબાઈ હાઈસ્કુલના આચાર્ય શ્રીમતિ ભૂમિકાબેન ગઢવી, જીગર દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રગતિબેન વોરાએ કર્યું હતું