ભુજ નુતન સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે ૪૦૧ પોથી સાથે કથા નો પ્રારંભ

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. 401 પોથી મુકવામાં આવી છે. તા. ૧૯ માર્ચ થી શરૂ થયેલ કથા ની પૂર્ણાહુતિ તા.૨૫ માર્ચ ના થશે. પ્રસાદી મંદિરથી નીકળેલી પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી.ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી.ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી.જગતપાવનદાસજી, શ્રી.મુકુંદજીવનદાસજી, શ્રી .રામસ્વરૂપદાસજી, શ્રીહરિદાસજી, સ.ગુ. શ્રી .દેવકૃષ્ણદાસજી, શ્રી .બાલકૃષ્ણદાસજી, કોઠારી સ્વામીઓમાં વહીવટી કોઠારી શ્રી.દેવપ્રકાશદાસજી, શ્રી .ગોલોકવિહારીદાસજી, પાર્ષદ કોઠારી ખીમજી ભગત આદી સંતમંડળ સાથે કથાના મુખ્ય યજમાન સા.યો અ.નિ. રામબાઈ લાલજી હિરાણી
સહપરીવાર સાથે સહ યજમાન પરીવાર ના સ્નેહીજનોએ પોથી ગ્રહણ કરી આ પોથી યાત્રા માં જોડાયા હતા. ભાવુક હૃદયે સહર્ષ જણાવતા આનંદ થાય છે કે, મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરેલ સર્વે પિતૃઓના સ્મૃત્યર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ – કચ્છના વિશાળ પટાંગણમાં અઢારે પુરાણો પૈકી ભક્તિપોષક પરમ પવિત્ર શ્રીમદ્ ભાગવત ગ્રંથ સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ નું ભક્તિભાવ સાથે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહંત સ.ગુ. પુ. સ્વામી ધર્મનંદનદાસજી આદિ વડિલ સંતો તથા યજમાનશ્રીઓના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય થી આ મહા ભાગવત્ સપ્તાહ નો પ્રારંભ થયેલ . આ દરમ્યાનમાં ૫.પૂ.મોટા શ્રી મહારાજ શ્રી.તેજેન્દ્રપ્રસાદજી પધારીને સૌ હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે.
આત્મતત્ત્વ, સત્ય, દયા, નીતિ, સદાચાર, પ્રભુ ભક્તિ અને સાત્ત્વિક લોકવ્યવહાર આદિ ગુણો સંબંધી આદર્શ જીવનના અલૌકિક પાઠ શીખવી માનવદેહ જીવનની યાત્રા પૂર્ણ કર્યા બાદ શાશ્વત શાંતિના માર્ગને પ્રકાશિત કરનાર ક્રાંતિકારી કથા એટલે શ્રીમદ્ ભાગવતની દિવ્ય કથા. ભક્તને ભગવાનમાં એકરસ કરનારી પાવન કથાના વક્તા મહોદય તરીકે શાસ્ત્રી સ્વામીઓ માં નારાયણપ્રિયદાસજી, સ્વામી આનંદવલ્લભદાસજી, સ્વામી ગોલોકવિહારીદાસજી, સ્વામી ભક્તવત્સલદાસજી વ્યાસાસને બિરાજી સુમધુર શૈલીમાં કથા સાથે સંગીત માં સંગત ની રંગત શ્રી.વાસુદેવપ્રિય દાસજી અને નીલકંઠમુની દાસજી ના સથવારે અમૃત સરિતાને વહાવી કથામૃત રસપાન કરાવી રહ્યા છે. સાંખ્યયોગી બહેનો દ્વારા પણ ૧૫૧ સંહિતા પાઠનું વાંચન કરવામાં આવી રહ્યું છે
આ મહા ભાગવત્ સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી, રઘુનંદન ના જયકાર અને નંદ ઘેર આનંદ ભયો ના નાદ થી કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું
ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં વિવધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે દ્વિતીય સત્રમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બાળગોપાલોએ રાસની રમઝટ બોલાવી હતી.
શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજીએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગને વર્ણવ્યો હતો. કથા પારાયણના મુખ્ય યજમાન માનકુવાના અ.નિ. સાં.યો રામબાઈ પરિવાર સાથે અન્ય સાંખ્યયોગી બહેનો, ધનજીભાઈ રામજી ભુડિયા, રામજીભાઈ ગોપાલ દબાસિયા સહિતનાઓએ લાભ લીધો હતો.
જયારે શુક્રવારે ભગવાન શ્રીરામના પ્રાગટ્યોત્સવની પણ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ઉત્સવના યજમાન તરીકે કાંતાબેન વિશ્રામ હાલાઈ પરિવારે લાભ લીધો હતો
આજે તા.૨૩ શ્રી ગોવર્ધન ઉત્સવ, તા. ૨૪ ના રૂક્ષ્મણી વિવાહ, તા. ૨૫ ના મહાઆરતી તથા તા.૨૬/૩ ના રોજ
નારાયણયજ્ઞ સાથે કથા વિરામ આપશે
હરિભક્તો આ મહા ભાગવત્ સપ્તાહ દરરોજ સવારે ૮થી ૧૧ કલાક અને બપોરનાં ૩.૩૦થી ૬.૩૦ સુધી કથાનું હરિભક્તો શ્રવણ કરી રહ્યા છે
સભા સંચાલન નો દોર શાસ્ત્રી સ્વામી શ્રી. હરિકૃષ્ણદાસજી અને શ્રી. કૃષ્ણવિહારીદાસજી સંભાળી રહ્યા છે.
આ પારાયણમાં ભારતના વિવિધ રાજ્યો અને અન્ય દેશો યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિસ્લષના ભક્તો કે જેઓના સ્વજનોના સ્વધામ પ્રસ્થાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રાખવામાં આવી છે.
આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં લોકો ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે .