ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા ૧૭૫ મહિલાને એવોર્ડ એનાયત કરાયા

ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા ૧૭૫ મહિલાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે અંગે કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ એવા પારુ રમેશ કારા સાથે વાત કરાવતા તેઓ જણાવે છે કે, આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, તેમજ રમત ગમત, હેંડીક્રાફ્ટ ક્ષેત્રમાં ઉપરાંત કોઈ પેઈન્ટિંગ ક્ષેત્રે આગળ હોય તેવી મહિલાઓને સન્માનીત કરવામાં આવેલ છે. આમ જે અલગ અલગ ક્ષેત્રમાં જે મહિલાઓની વિશિષ્ટ પ્રતિભા બનેલ છે. જે વિશિષ્ટ પ્રતિભાના ઓવારણાં આ કાર્યક્રમમાં લેવાયા હતા.