આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે વૈવિધ્યસભર સ્થાનિક અને લુપ્ત થતી જાતોનું સંરક્ષણ અને સંવર્ધન અંગે બીજ મેળાનું આયોજન

૨૧ માર્ચ -૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા ટાઉન હોલ
ભુજ ખાતે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમાં કચ્છ જિલ્લામાં જોવા મળતી અને છેલ્લા
ઘણા સમયથી લુપ્ત થતી જાતો જેવી કે રગત રોહિડો, મિઠા ગુગળ, વિકળો, હિગોરીયો, કુંઢેર, લુસ્કા,
ગાંગેટી, ચણોઠી, મરડાસિંગ. સિમળો. ખાખરો વગેરે જેવી ૫૦ થી વધુ વૃક્ષોની જાતોના બીજનું પ્રદર્શન
કરવામાં આવ્યું હતુ. તજજ્ઞો દ્વારા બીજ એકત્રીકરણ, બીજ સંરક્ષણ, બીજ માવજત અને ઉછેર અંગે
વૈજ્ઞાનીક ઢબે સમજ આપવામાં આવી. શ્રી ધીરજ મિત્તલ (IFS), વન સંરક્ષક, કચ્છ વન વર્તુળ દ્વારા આ
કાર્યક્રમમાં વિષેશ હાજરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ પુર્વ વન વિભાગના વડા શ્રી આયુશ
વર્મા (IFS), કચ્છ પશ્ચિમ વન વિભાગના વડા શ્રી હર્ષ જે ઠક્કર, સામાજીક વની કરણ વિભાગના વડા
શ્રી જયન પટેલ, બન્ની ગ્રાસલેન્ડ વિભાગના વડા શ્રી નેવિલ ચૌધરી તેમજ ડૉ, પંકજ જોષી, ડૉ જયેશ
ભટ્ટ, ડૉ. એકતા જોષી પ્રોફેસર બોટની વિભાગ, લાલન કોલેજ, સાગર પિત્રોડા- એગ્રોસેલ કંપની, શ્રી
દિલીપભાઇ પટેલ- સુજલોન ફાઉન્ડેશન, વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ
ઓફિસર તેમજ અન્ય વન વિભાગનો સ્ટાફ તેમજ લાલન કોલેજ, ભુજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
બીજ મેળાનો મુખ્ય ઉદ્દેશ કચ્છ જિલ્લામાં જેવા મળતી સ્થાનીય તથા લુપ્ત થતી વનસ્પતીઓના
બીજના બિયારણા થકી વનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો હતો.