પશ્ચિમ કચ્છ જીલ્લા નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૨,૮૦,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ફરતા-ફરતા નલિયા ગામના બસ સ્ટેશન પાસે પહોચતા વિકેશભાઇ રાઠવા તથા અનિલભાઇ ખટણાનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “પુર્વજીતસિંહ દિલાવરસિહ ઉર્ફે ભાણુભા ઝાલા રહે.દરબાર ગઢ નલિયા તા.અબડાસા વાળાએ પોતાના રહેણાક મકાનની પાસે આવેલ પોતાના વરંડામા ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો બહારથી મંગાવી વેચાણ અર્થે રાખેલ છે.” જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી નલીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૦૫૮/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ) (ઇ),૮૧,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ નલીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૨,૮૦,૫૦૦/-)
ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ- ૨૦૧ જેની કિં.રૂ. २,५४,१००/-
બીયરના ટીન નંગ-૧૨૦ જેની કિં.રૂ. ૨૬,૪૦૦/-
- પકડાયેલ આરોપીઓ:
પુર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુભા ઝાલા ઉ.વ.૩૮ રહે.દરબાર ગઢ નલિયા તા.અબડાસા
પકડવાના બાકી આરોપીઓ:
- અજયસિંહ સોઢા રહે-નખત્રાણા તા-નખત્રાણા
- રવિરાજસિંહ કલુભા સોઢા રહે-સોઢા કેમ્પ ખાનાય તા-અબડાસા