નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા વ્યાજખોરીના ગુનાનો છેલ્લા એક માસથી નાસતો-ફરતો આરોપી ભુજથી ઝડપાયો

copy image

copy image

copy image

 નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા વ્યાજખોરીના ગુનાનો છેલ્લા એક માસથી નાસતો-ફરતો આરોપી ને નખત્રાણા પોલીસે ભુજથી ઝડપી પાડયો . નખત્રાણાના પી.આઇ. જે.ડી. સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરતમિયાં ખાનગી રાહે  બાતમી મળી હતી કે, વ્યાજખોરીના ગુનાનો છેલ્લા એક માસથી નાસતો-ફરતો આરોપી અનિલસિંહ જાડેજા હાલે ભુજ આરટીઓ સર્કલ પાસે આવેલી એસ.કે. ફાયનાન્સ ઓફિસ ખાતે હાજર છે, આથી તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.