આજરોજ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ગાંધીધામ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓની આવક મર્યાદા રૂ. 2,50,000 માંથી રૂ. 6,00,000 કરવામાં આવી છે અને આ વધારાના ખર્ચની થતી રકમનો હાલના બજેટમાં સમાવેશ પણ કરવામાં આવેલ છે ત્યારે આ કલ્યાણકારી નિર્ણય બદલ આજરોજ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ગાંધીધામ ખાતે ગુજરાત સરકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર બનીને લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં હંમેશા તત્પર રહી છે. સમગ્ર અનુસૂચિત સમાજની લાગણી અને માંગણીને સમજીને એક પ્રજાભીમુખ મુખ્યમંત્રીને છાજે એવી રીતે ભુપેન્દ્રભાઈની સરકારે અત્યંત ઉચિત નિર્ણય અમલી કર્યો છે.
પ્રદેશથી ખાસ પધારેલા, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા એવા બાવળા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ લકુમે જણાવ્યું હતું કે અનુસૂચિત સમાજના વાલીઓને તેમના વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણ માટે કોઈપણ પ્રકારની ચિંતા ના રહે એ પ્રકારે રાજ્ય સરકારે આવક મર્યાદા નું ધોરણ અઢી લાખથી વધારીને સીધું 6 લાખ કરી દેતા સમગ્ર રાજ્યના અનુસૂચિત જાતિના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ છે. આટલા અગત્યના અને મહત્વકાંક્ષી નિર્ણય થકી વાસ્તવમાં સમગ્ર અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ક્ષિતિજોના નવા દ્વાર ખુલ્યા હોવાથી રાજ્યમાં ઠેરઠેર આ પ્રકારના ઋણ સ્વિકાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મૂળજીભાઈ આહિર, જીલ્લા ભાજપ મંત્રી કંચનબેન વાઘેલા, કચ્છ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રવિભાઈ ગરવા, મહામંત્રી શામજીભાઈ વાણીયા, પુરૂષોત્તમભાઈ મારવાડા, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર તેમજ અનુસૂચિત મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આવો જ એક ઋણ સ્વીકાર કાર્યક્રમ આવતીકાલે તા. ૨૫/૩/૨૬ ના રોજ બપોરે ૩ કલાકે, ભુજમાં સુરલભીટ રોડ સ્થિત, સંત રોહીદાસ નગર પાસે આવેલ શ્રી ગણેશ મંદિર (લુણંગધામ) ખાતે પણ યોજવામાં આવશે એવું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.