ગાંધીધામમાં દુકાનમાં દારૂ વેચનારની કરાઈ ધરપકડ

copy image

copy image

copy image
copy image

ગાંધીધામમાં દુકાનમાં દારૂ વેચનાર ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગાંધીધામના મહેશ્વરી નગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાપા સીતારામ ટાઇલ્સવાળી શેરીમાં આવેલી એક દુકાનમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના મહેશ્વરી નગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાપા સીતારામ ટાઇલ્સવાળી શેરીમાં આવેલી એક દુકાનમાં કોઈ શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી કિંમત રૂા. 19,800ના શરાબના જથ્થા સાથે એક શખ્સને રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની હાથ ધરી છે.