શાળામાં ચૈત્ર નવરાત્રી આધ્યશક્તિ ઉપાસના સ્વરૂપે શિષ્ય દેવી દેવોને ફળાહાર ફળ ફ્રૂટ અર્પણ કરવામાં આવ્યાં

ચૈત્ર નવરાત્રિ પર્વની આરાધના ઉપાસના ઊજવણી નિમિત્તે નાનારેહા શાળાના બાળશિષ્યદેવી દેવોને આચાર્યશ્રી દ્વારા ફળાહાર પ્રસાદ આજરોજ ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છ ના બાળપ્રેમી અને બાળસેવા એજ પ્રભુસેવા ની ભાવના ધરાવતા આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા શાળાના બાળકોને ફળાહાર  કરાવવામાં આવ્યો. જેમાં બાળકોને દ્રાક્ષ, શક્કરટેટી, ચીકુ, કેળા અને તરબૂચ જેવા વિવિધ ફળોનો ફળાહાર કરાવવામાં આવ્યો. ફળાહાર દરમિયાન બાળકોના ચહેરા પર અનેરો હર્ષોલ્લાસ અને ખુશી જોવા મળી હતી. 

આ તકે ગામના ક્ષત્રિય સમાજના ઉપાસક અગ્રણીઓ શિવુભા કાંથળજી જાડેજા, સ્વરૂપસિંહ પ્રતાપસિંહ સોઢા અને બળવંતસિંહ  ખેતુભા જાડેજા તેમજ શાળા પરિવારના ઉર્વી મિસ્ત્રી , ગૌતમ પ્રજાપતિ, વિત્તલ પ્રજાપતિ અને ચંદ્રિકાબા  સોઢા નો ફળાહાર વિતરણમાં સહયોગ સાંપડ્યો હતો. શાળાના બાળકોને આ નિમિત્તે આચાર્યશ્રી ક્ષત્રિય સરસ્વતી જ્ઞાન વર્ધકશક્તિ ઉપાસક જટુભા રાઠોડ દ્વારા  નવરાત્રી પર્વના અને ઉપવાસના મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી.