લખપતના પાનધ્રોમાંથી સગીરાનું અપહરણ

copy image

copy image

લખપતના પાનધ્રોમાંથી પરપ્રાંતીય ખેત મજૂર પરિવારની સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, લખપત ખાતે આવેલ પાનધ્રોના સીમ વિસ્તારમાં વાડીમાં રહેતા પરપ્રાંતીય ખેત મજૂર પરિવારની સગીરાનું ગત તા. 21/3ના રાતના સમયે અપહરણ થયું છે. સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 21/3ના રાત મુજબ પાનધ્રોની સીમમાં વાડીમાંથી અજાણ્યા આરોપી ઈશમે તેમની 14 વર્ષીય સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.