રાપરના મોડામાં શિકારી પ્રવૃત્તી કરવા ગયેલ બે ઈશમોને પોલીસે દબોચ્યા

poli

copy image

copy image

આડેસર પોલીસ મોડા ગામમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે શખ્સ કેનાલ બાજુ શિકાર માટે ગયેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી બંને આરોપી શખ્સોને બંદૂક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી બંદૂક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.