કચ્છમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર આજથી ઇંધણના ભાવમાં વધારો

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર આજથી ઇંધણના ભાવમાં વધારો નોંધાયો છે. માહિતી મુજબ, ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3 નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5 નો વધારો કરવામાં આવ્યો છે. આચાનક ભાવવધારાથી ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને પહેલાથી જ ડીઝલની અછતનો સામનો કરી રહેલા ઉદ્યોગકારો માટે આ વધારો વધુ બોજરૂપ બની શકે છે. વેપારીઓએ સરકાર પાસે ભાવ નિયંત્રણ અને પુરવઠો સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.