કચ્છ યુનિવર્સિટીએ ઘઉંની ગુણવત્તા જાણવા માટે વિકસાવેલી રેપિડ ટેસ્ટ પદ્ધતિને કેન્દ્ર સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટેન્ટ મળ્યું
કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં અભ્યાસ દરમિયાન ઘઉંની ગુણવતા માટે રેપીડ ટેસ્ટ પદ્ધતિ વિકસાવી છે…કચ્છ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડો. વિજય રામના માર્ગદર્શન હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની 2021ની રાષ્ટ્રીય ચેલેન્જમાં ભાગ લઈને આ સંશોધન કરાયું હતું… ભારત સરકાર દ્વારા પેટેન્ટ એક્ટ 1970 હેઠળ આ પદ્ધતિને 20 વર્ષ માટે માન્યતા આપવામાં આવી છે…કચ્છ યુનિવર્સિટીની આ સિદ્ધિ બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અભિનંદન પાઠવ્યા છે…ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભારતમાં 2500 જેટલા ગોડાઉન આવેલા છે જેમાં ઘઉંનો સંગ્રહ કરવામાં આવે છે…આ સંગ્રહિત ગોડાઉનમાં રાખેલા ઘઉંનો જથ્થો ગુણવતા યુકત છે કે નહીં તે જાણવા માટે આ રેપીડ ટેસ્ટ પદ્ધતિ ખુબજ ઉપયોગી બનશે…
આપ સર્વે કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ ઘઉંના ધાનની ગુણવત્તા જાણવા માટે વિકસાવેલી રેપિડ ટેસ્ટ કરવાની પદ્ધતિની શોધને ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવી એ જાણકારીથી પ્રસન્નતા થઈ.
આજે સંશોધન કાર્ય પ્રત્યેક ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. પ્રત્યેક ક્ષેત્રમાં સંશોધન થકી ક્ષેત્રનો વ્યાપ, ગુણવત્તા, ઉપયોગિતા વગેરે બાબતોમાં વૃદ્ધિ થાય છે. કોઈ પણ દેશની પ્રગતિનો આધાર એ દેશમાં થતી સંશોધનાત્મક કામગીરી પર રહેલો છે. આ સંદર્ભે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જય અનુસંધાનનો ઉમેરો કર્યો છે.
આ પરિપ્રેક્ષ્યમાં કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ ઘઉંની ગુણવત્તા જાણવા માટે વિકસાવેલ પદ્ધતિને ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવેલ છે. તે આવકાર્ય બાબત છે.
ભારત ખેતી પ્રધાન અને વિશ્વનું બીજા નંબરનું ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧૩.૩-૧૧૭.૯ મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં મોટા પાયે ઘઉંની ખેતી થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ સંદર્ભમાં ઘઉંની ગુણવત્તા જાણવા રાષ્ટ્રીય કક્ષાની હરિફાઈ બહાર પાડવામાં આવી જે અંતર્ગત ઘઉંની ગુણવત્તા જાણવાની ઝડપ અને ચોક્કસ પદ્ધતિ વિકસાવવાની સફળતા આપ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. તે ગૌરવની વાત છે. જેના આપ સર્વે રસાયણશાસ્ત્રના એસોસિએશન પ્રોફેસર ડૉ. વિજય રામ, ડૉ. ગિરિન બક્ષી, વિદ્યાર્થીઓમાં કૌશિકી બેનરજી અને જય જોશીનો સમાવેશ થાય છે, જે અભિનંદનને પાત્ર છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં આવેલ ગોડાઉનમાં રાખવામાં આવતા ઘઉં, ચોખાની ગુણવત્તા સારી હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. જેથી લોકોના સ્વસ્થ્ય પર ખરાબ અસર ન થાય. આ પરિપ્રેક્ષ્યમાં કચ્છ યુનિવર્સિટીના આ સંશોધન સાથે જોડાયેલા આપ સહુને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અંતરતમ્ શુભકામનાઓ પાઠવું છું