” હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ શરીર સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભુજ શહેર તથા અન્ય વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવાની કામગીરી સોપવામાં આવેલ. જે કામગીરી અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર તથા પો.કોન્સ. પરબતભાઇ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કિટ સાથે પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, *અમુક ઇસમો પોતાની અંગત અદાવતને કારણે અને જુના ઝઢડાઓના કારણે મારામારી કરવાના ઇરાદાથી હથીયારો સાથે સફેદ કલરની વર્ના ગાડી લઇ નીકળેલ હોય.” જે બાબતે તુરંત જ વર્કઆઉટ કરી ડોલર હોટેલ ચાર રસ્તા ફાટક પાસે નાસીર મુર્ગી ફાર્મ પાસે આવતા એક સફેદ કલરની ફોર વ્હીલર હ્યુન્ડાઈ વર્ના ગાડી ઉભેલ હોય અને જે શંકાસ્પદ લાગતા ચેક કરતા તેમા ત્રણ ઇસમ બેઠેલ હોય તેઓને ગાડી નીચે ઉતારી સાથે રાખી તેઓના કબ્જાની ફોર વ્હીલર ગાડી ચેક કરતા ગાડીમાં પાછળના ભાગે એક તલવાર તથા એક ધારીયો તથા એક છરી સાથે (૧) મોહમ્મદઅસલમ અબ્દુલગફુર સમા ઉ.વ.૪૦ રહે. બકાલી કોલોની કોડકી રોડ ભુજ (૨) મોઇન ઇબ્રાહીમ સુમરા ઉ.વ.૩૧ રહે, કેમ્પ એરીયા એકતા ગલી ભુજ તથા (૩) એજાજ ઇબ્રાહીમ જત ઉ.વ.૨૯ રહે. ગાંધીનગરી ઇમામ ચોક પાસે ભુજવાળાઓ મળી આવેલ હોય. જેઓ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઇ કોગ્નીઝીબલ ગુનો કરવાના ઇરાદે હથીયારો રાખી ફરતા હોય ઉપરોક્ત ઇસમો વિરુધ્ધ ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૩૨૩/૨૦૨૬ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની સતર્કતાને કારણે શરીર સંબંધી ગંભીર ગુનો બનતા અટકાવી ખુબજ સારી અને પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- ફોર વ્હીલર હ્યુન્ડાઇ વર્ના જેના રજી.નં.GJ-18-BG-9292 વાળા હોય જેની કિ.રૂ. ૫,૦૦,000/-
- તલવાર નંગ – ૦૧ કિં.રૂ.૦૦/-
- ધારીયો નંગ – ૦૧ કિં.રૂ. ૦૦/-
- છરી નંગ – ૦૧ કિં.રૂ. ૦૦/-
: પકડાયેલ આરોપી
મોહમ્મદ અસલમ અબ્દુલગફુર સમા ઉ.વ.૪૦ રહે. બકાલી કોલોની કોડકી રોડ ભુજ
મોઇન ઇબ્રાહીમ સુમરા ઉ.વ.૩૧ રહે. કેમ્પ એરીયા એકતા ગલી ભુજ
એજાજ ઇબ્રાહીમ જત ઉ.વ.૨૯ રહે. ગાંધીનગરી ઇમામ ચોક પાસે ભુજ