ડિસ્ટ્રીબ્યૂટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નબરોનું રજિસ્ટર એરિયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવાનું રહેશે. આ રજિસ્ટરમાં સીમકાર્ડ નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવેલો છે અને સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલા હોય તેની પણ નોંધ કરવાની રહેશે. મોબાઈલ કંપનીઓએ તેમના સીમકાર્ડનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટરો અને તેના રીટેલરોની યાદી કંપની કોડ સાથેની નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવી.
સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી. દસ્તાવેજો જેવા કે ફોટો આઈડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઈઝના ફોટાની સરખામણી કરવી એ રિટેલરની જવાબદારી રહેશે. મોટા ભાગે દસ્તાવેજોની ખરાઈ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં લોકોની પુરેપુરી માહિતી સ્થાનિક પોલીસને મોબાઈલ કંપનીઓએ સોંપવી. મોબાઈલ સીમના ડીસ્ટ્રીબ્યુટરો સીમકાર્ડના વેચાણ અર્થે સીમકાર્ડ કોઈપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળાઓને આપતા હોવાનું જણાઈ આવેલું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામપંચાયતમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી. મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઈલ સીમકાર્ડનું એક્ટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલા દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ એક્ટીવ કરવું.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને
મજૂરો પુરા પાડી શકશે નહીં
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ કચ્છ- ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મેળવેલા મજૂરો નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
દરેક ઔદ્યોગિક એકમો લેબર કોન્ટ્રાક્ટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ જે વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા લેબર કોન્ટ્રાક્ટરો, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂર પુરા પાડતા પહેલા સંબંધિત મદદનીશ મજૂર કમિશ્નરશ્રી પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાક્ટરોએ જુદા જુદા ઔદ્યોગિક એકમોને પુરા પાડેલ મજૂરોની યાદી મદદનીશ કમિશ્નરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજ તથા પૂર્વ કચ્છ, ગાંધીધામને દરમાસે આપવાની રહેશે. આ યાદીમાં તેમાં મજૂરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.
પુરા પાડેલા મજૂરોની ઓળખની સાબિતી માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાક્ટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે અને માગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. કામમાં રાખેલા મજૂરો પૈકી મજૂરો છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મજૂર કમિશ્નરશ્રી, ગાંધીધામ તથા જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને દરમાસે પુરી પાડવાની રહેશે. ઔદ્યોગિક એકમોએ રોકેલા લેબર કોન્ટ્રાક્ટરોની માહિતી દર માસે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને તથા મદદનીશ મજૂર કમિશ્નરશ્રી, ગાંધીધામને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાક્ટરોએ કામે રાખેલા મજૂરોની સંપૂર્ણ વિગત તથા ફોટા સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ રજિસ્ટર મદદનીશ મજૂર કમિશ્નરશ્રી, ભુજ/ગાંધીધામ પાસેથી સહી-સિક્કા, કરાવેલું હોવું જોઈએ. જિલ્લા/રાજ્ય બહારથી પૂરા પાડેલા મજૂરોનું જે તે જિલ્લા/રાજ્યનું પૂરું સરનામું ફોટો સહિત રજિસ્ટરમાં પુરાવાના આધારે નોંધવું. કોઈપણ લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાક્ટરોથી મજૂરો મેળવી શકશે નહીં.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
જુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ
રજિસ્ટર નિભાવવાનું રહેશે
૦૦૦૦
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ જુના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓને જુના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ નિભાવવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહશે. જેમાં મોબાઇલ ફોનની વિગત, આઇએમઈઆઇ નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ તથા સરનામા, આઈડી પ્રૂફની વિગત અસલ પરથી ખરાઈ કરીને દર્શાવવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
કચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી
સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે સિવાયના સમયમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવવા મનાઇ ફરમાવવામાં આવી છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય
વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હોટેલ સંચાલકોએ મુસાફરોની આવન જાવનનું રજિસ્ટ્રર નિભાવવું અને
પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે
૦૦૦૦
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરાયો
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે તેમ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહારી પાડીને ફરમાવવામાં આવ્યું છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા
પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યો છે.
આ રજિસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે. દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસના રિસેપ્શન કાઉન્ટર ઉપર દરેક પ્રવાસી જોઈ શકે તે રીતે રજિસ્ટરમાં દરેક મુસાફરે જાતેથી પોતાના સ્વહસ્તાક્ષરમાં વિગતો લખી સહી કરવી પડશે. ફોટો ઓળખપત્ર રજૂ કરવું પડશે તો જ હોટલમાં પ્રવેશ આપવામાં આવશે તે મુજબની જાહેરાતનું બોર્ડ મોટા અક્ષરે પ્રદર્શિત કરવાનું રહેશે.
દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસના રિસેપ્શન કાઉન્ટર ઉપર સી.સી. કેમેરા રાખવા જેથી પ્રવાસીઓ તથા તેમના સામાન વગેરેનું વીડિયો રેકોર્ડીંગ થઈ શકે. તે એક માસ સુધી સાચવવાનું રહેશે. દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી-ગેસ્ટના વાહનોની સંપૂર્ણ વિગત દર્શાવતું રજિસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ પાર્કિંગની જગ્યાએ સી.સી. કેમેરા રાખવા જેથી પ્રવાસીઓ તથા તેમના સામાન અને વાહન વગેરેનું વીડિયો રેકોર્ડીંગ થઈ શકે. તે એક માસ સુધી સાચવી રાખવું પડશે. મુસાફરના ફોટો ઓળખકાર્ડ (ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ વગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી હોટેલના દફ્તરમાં રાખવી અથવા કોમ્પ્યૂટરમાં સાચવીને રાખવાના રહેશે. કચ્છ જિલ્લાની હદમાં આવેલી હોટલો/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસ ધાબાના માલિક નામ, સરનામા, ફોન નંબર, મોબાઈલ નંબર, ફોટા સહિતની તમામ વિગત દર્શાવતી લેખિત માહિતી સબંધીત પોલીસ સ્ટેશન, સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને ફરજિયાત આપવી. વિદેશી નાગરીકો/મુલાકાતી/ગેસ્ટ હોય તો તેમના પાસપોર્ટની સંપૂર્ણ વિગત રજિસ્ટરમાં નોંધવી તેમજ સી ફોર્મ ભરાવી એલ.આઈ.બી., એસ.પી. કચેરીએ જાણ કરવી. હોટલ/ગેસ્ટ હાઉસમાં ઈન્ટરનેટ-વાઈફાઈ સિસ્ટમ કાર્યરત હોય તો તેની વિગતો રજિસ્ટર બનાવી સાચવી રાખવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૧૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
વેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી
આધાર પુરાવા રાખવાના રહેશે
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ
વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ, સરનામા, સપર્ક નંબર સહિત, મકાન માલિક અને ભાડૂઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ. સંપર્ક નંબર સહિત રજિસ્ટ્રર નિભાવવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના
ડ્રાઈવરો કિલનરોને નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર ડ્રાઈવરો/કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામાં, સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો બાબતે જરૂરી કાર્યપદ્ધતિ અમલી કરવાની રહેશે.
આ કાર્યપદ્ધતિ અનુસાર દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરોની સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડીટેઈલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ ડ્રાઈવરો/કિલનરો કામગીરી કરી શકશે નહીં. કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો પૈકી કોઈ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને પુરી પાડવાની રહેશે. કોઈપણ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરોની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકાશે નહીં.
જાહેરનામાનાં ભંગ બદલ તપાસ કરવાનાં, જાહેરનામાનું પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
નગરપાલિકાઓના અધિકૃત વિસ્તાર સિવાયના
વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
કચ્છ જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામું આ હુકમ સંમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
કચ્છના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ
નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલ હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્થાપિત કરવા નહીં, તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટી.વી. કેબલ પી.જી.વી.સી.એલના નેટવર્ક પર પુનઃપ્રસ્થાપિત ન કરવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.