ભુજમાં ગટર લાઇનની ગંભીર સમસ્યા

ભુજ વિસ્તારમાં છેલ્લા લગભગ 2 વર્ષથી ગટર લાઇન લીકેજની ગંભીર સમસ્યા ચાલી રહી છે. હાલમાં ગટર લાઇનનું કામ શરૂ કરીને લગભગ 2 મહિનાથી અધૂરું છોડી દેવામાં આવ્યું છે. ગટર પાસે ખૂબ મોટો ખાડો ખોદીને એમ જ મૂકવામાં આવ્યો છે, જેના કારણે આખો રોડ બ્લોક થઈ ગયો છે અને લોકો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે.
આ બાબતે મેં જિલ્લા કલેક્ટરશ્રી પાસે અનેકવાર અરજીઓ કરી છે. મારી પાસે તમામ અરજીઓની નકલ તેમજ ઓફિસ તરફથી મળેલા જવાબી પત્રો પણ ઉપલબ્ધ છે. તેમ છતાં, હજુ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. થોડા સમય માટે કામ શરૂ થયું હતું, પરંતુ ફરીથી બંધ થઈ ગયું છે.
આ વિસ્તાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય રસ્તો છે. ઉપરાંત અહીં આવેલ ભુતેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ ભક્તો આરતી કરવા આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે. આપ અહીં આવીને સ્થિતિનું નિરીક્ષણ કરવા માંગ ઉઠી છે