“ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ તથા અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા પાલારા જેલ પાસે પહોચતા નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સયુંકત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક ઇસમ ભુજ ખાવડા હાઇવે પર આવેલ હીરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ હોટલ ઉપર એક ઇસમ બ્લ્યુ જેવા કલરનો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ અને એક કાળા કલરનું સ્પેલન્ડર મોટર સાઇકલ સાથે ઉભેલ છે અને તે મોટર સાઇકલના આગળ-પાછળ ની સાઈડ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને તેના કબ્જામાં રહેલ મોટર સાઇકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ ઝકરીયા ગફુર સુમરા ઉવ. ૨૧ રહે. સોનાપુરી વિસ્તાર ભવાની હોટલની પાછળ જુનાવાસ માધાપર તા. ભુજવાળો મળી આવેલ જેથી મજકુર ઇસમ પાસે મોટર સાઇકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોટર સાઇકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

  • કાળા કલરનું સ્પેન્ડર મો.સા. ચેસીસ નંબર MBLHA10CGGHHA1990 તથા એન્જીન નંબર HA10ERGHH64795 डी.३८. २०,०००/-
  • પકડાયેલ ઇસમ
  • ઝકરીયા ગફુર સુમરા ઉવ.૨૧ રહે. સોનાપુરી વિસ્તાર ભવાની હોટલની પાછળ જુનાવાસ માધાપર તા. ભુજ