ઓનલાઇન નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા ૩૦ અરજદારોના ખાતામાંથી ગયેલ નાણા રૂ.૨૫,૧૭,૧૩૬/- અરજદારશ્રીઓના પરત અપાવતી સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અને સાયબર ક્રાઈમનો ભોગ બનનારને રૂપીયા પરત અપાવવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને શ્રી એમ.એચ.શીણોલ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી ડી.પી. ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના કર્મચારીઓ દ્વારા લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઈમના બનાવોમાં પશ્ચિમ – કચ્છ ભુજ સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

ઓનલાઇન નાણાકીય છેતરપિંડિનો ભોગ બનનાર અરજદારશ્રીઓ દ્વારા સાયબર સેલ(એલ.સી.બી.) ભુજ તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી જે કમ્પલેનમાં અરજદારશ્રીઓના ફોડમાં ગયેલ રૂપિયા અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર સેલ(એલ.સી.બી) તથા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીઓને કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરી અરજદારશ્રીઓના ખાતામાંથી ગયેલ નાણા કુલ્લે રૂપીયા ૨૫,૧૭,૧૩૬/- અરજદારશ્રીઓના કોર્ટ ઓર્ડર મેળવી અરજદારશ્રીઓના બેન્ક ખાતામાં પરત અપાવી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરેલ છે.