ભારતિય જનતા પાર્ટી દ્વારા આયોજીત સેન્સ પ્રક્રિયા અંતર્ગત ભુજ અને ગાંધીધામ ખાતે પ્રદેશથી પધારેલા નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ

ભારતિય જનતા પાર્ટી દ્વારા આયોજીત સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે દ્વિતીય દિવસે તા. ૩/૪/૨૬ ના રોજ અંજાર, ભુજ અને ગાંધીધામ ખાતે પ્રદેશથી પધારેલા નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે…

આજે અત્યાર સુધી પ્રાપ્ત થયેલ આંકડાઓ નીચે મુજબ છે…

અંજાર ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં મુન્દ્રા નગરપાલિકા, મુન્દ્રા તાલુકા અને જીલ્લા પંચાયતના દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં અત્યાર સુધી સંયુક્તપણે ૨૫૩ અરજીઓ આવેલ છે

કચ્છ કમલમ, ભુજ ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં નખત્રાણા નગરપાલિકા, નખત્રાણા તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ ભુજ તાલુકા અને જીલ્લા પંચાયતના દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં અત્યાર સુધી સંયુક્તપણે ૩૫૯ અરજીઓ આવેલ છે

ગાંધીધામ મહાનગરપાલિકા માટે અત્યાર સુધી પ્રથમ અગિયાર વોર્ડ માટે કુલ ૩૩૫ અરજીઓ આવેલ છે

હજુ અંજાર ખાતે અંજાર નગરપાલિકા, ભુજ ખાતે ભુજ નગરપાલિકા અને ગાંધીધામ ખાતે ૧૨ અને ૧૩મા વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા ચાલુ છે જે પૂર્ણ થયે તેના આંકડાઓ બાદમાં જાહેર કરવામાં આવશે.

આજની અરજીઓ

અંજાર સેન્સ – ૨૫૩
ભુજ સેન્સ –૩૫૯
ગાંધીધામ સેન્સ – ૩૩૫