ઈરાને અમેરિકી યુદ્ધવિમાન તોડ્યું : પાઈલટને જીવતો પકડાયાનો દાવો!

Copy image

Copy image

ઈરાન પર અમેરિકા – ઈઝરાયલના હુમલા વચ્ચે અમેરિકાનાં યુદ્ધવિમાનને લઈ દાવા-પ્રતિદાવાએ સ્થિતિ ગુંચવાતી નજરે પડી રહી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમેરિકાને ઝટકો આપતાં ઈરાને બે યુદ્ધવિમાન તોડી પાડયાનો અને પાઈલટને જીવતો પકડાયાનો દાવો કર્યા બાદ અમેરિકાએ તેનું એક વિમાન ઈરાનમાં તૂટયાને સમર્થન આપ્યું હતું. જો કે,હજુ  તેના પાઈલટ અંગે સ્થિતિ સુસ્પષ્ટ થઈ નથી. આ ઘટના પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા અમેરિકા-ઈરાન યુદ્ધમાં પ્રથમ વખત કોઈ અમેરિકી લડાયક વિમાન દુશ્મન દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાની મોટી ઘટના માનવામાં આવે છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે તેના હવાઈ ક્ષેત્રમાં અમેરિકાના બે યુદ્ધવિમાન તોડી પાડ્યા છે. શરૂઆતમાં ઈરાની મીડિયાએ આ વિમાન F-35 હોવાનું જણાવ્યું હતું, પરંતુ કાટમાળની તસવીરો જોતા તે F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વર્થોગ હોવાનું મનાય છે.પાઈલટની શોધમાં અમેરિકી વાયુદળે ઈરાનમાં ઘૂસીને શોધખોળ શરૂ કરી છે. તેમજ ઈરાને પાઈલટ તેના કબજામાં હોવાનો દાવો કરતાં મામલો સંવેદનશીલ બન્યો હતો વધુમાં પાઈલટને શોધવા ગયેલા અમેરિકી હેલિકોપ્ટરને પણ ઈરાને તોડી પાડયું હતું. લાપતા પાઈલટને શોધવા માટે અમેરિકાએ ઈરાની સરહદમાં મોટું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં બ્લેક હોક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમેરિકી હેલિકોપ્ટરો પર ઈરાની દળો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુંપાઈલટ અમેરિકી એફ-35 વિમાનમાં સવાર હતો. આ જ કારણ છે કે, અમેરિકાએ અત્યાર સુધી પાઈલટ અંગે મૌન  રાખ્યું છે.જે યુદ્ધવિમાન ઈરાનમાં તૂટી પડયું હતું તે ઈરાની સૈન્યએ એક અમેરિકી પાઈલટને કબજે કર્યો છે, . અમેરિકી સેનાને શંકા હતી કે, તેમનો પાઈલટ જીવિત છે અને તેઓ તેને ઈરાનથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા હતા. બન્નેમાંથી કોઈએ હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કે ઈન્કાર કર્યો નથી.