અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવાની ઘોષણા
copy image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ બ્રાન્ડેડ વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ટ્રમ્પના આ ફેંસલાની ભારત જેવા પ્રમુખ નિકાસકાર દેશો પર ભારે અસર પડશે. અમેરિકાને ભારે પ્રમાણમાં દવા નિકાસ કરતી ભારતીય ફાર્મા કંપનીઓ 100 ટકા ટેરિફના રડારમાં આવશે . આ નિર્ણય પાછળ દવા કંપનીઓને તેમનાં ઉત્પાદનના એકમ પાછા અમેરિકા લાવવા માટે મજબૂર કરવાનો ઈરાદો છે. જે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ શરૂ કરવા અથવા કિંમતોમાં મોટો કાપ છોડવા માટે સમજૂતી નહીં કરે તો તેમને ભારે ટેરિફનો ભાર ખમવો પડશે. ભારતીય કંપનીઓ અમેરિકી આરોગ્ય વિભાગ સાથે `મોસ્ટ ફેવર્ડનેશન’ની સમજૂતી નહીં કરે તો તેમના માટે અમેરિકાની બજારમાં ટકી રહેવું ઘણું મુશ્કેલ બની જશે. જાણકારોનું માનવું છે કે, ટ્રમ્પનું આ પગલું `વૈશ્વિક વેપાર યુદ્ધ’ને ફરી હવા આપી શકે છે. વધુમાં ટ્રમ્પે આ સાથે દવા નિર્માતાઓ ઉપર અમેરિકામાં ઉત્પાદનનું દબાણ કરવા મોટો દાવ રમ્યો છે. અમુક ખાસ આયાત થતી દવા ઉપર 100 ટકા ટેરિફ લગાડાઈ છે. આ નવો નિયમ એવી પેટન્ટ દવા ઉપર લાગુ થશે જે એવા દેશોમાં બને છે જેની સાથે અમેરિકાની કોઈ ટેરિફ સમજૂતી નથી.