ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર

ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર હોટેલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાક એકમોમાં “પનીર” તરીકે એનાલોગનો ઉપયોગ અને ભ્રમિત પ્રસ્તુતિ સામે ચેતવણી જાહેર કરવામાં આવી છે પનીર તરીકે વેચાતી વસ્તુઓમાં જો એનાલોગનો ઉપયોગ થાય તો તેની સ્પષ્ટ જાણકારી અને લેબલિંગ ફરજિયાત કરવું પડશે ગ્રાહકોને ભ્રમિત કરતી માહિતી આપવી ગુનો ગણાશે અને કડક કાર્યવાહી થશે નિયમોના ઉલ્લંઘન સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિરીક્ષણ, ચકાસણી અને સેમ્પલિંગ હાથ ધરાશે ગ્રાહકોને પણ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે લેબલિંગ ચકાસવા અપીલ