અમે તેને શોધી કાઢ્યો છે :ટ્રમ્પ
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકી સૈન્યે એક અત્યંત જટિલ અને જોખમી મિશન પાર પાડ્યું છે . ઈરાનના દુર્ગમ પહાડી વિસ્તારોમાં 48 કલાક સુધી દુશ્મનોથી બચીને છુપાયેલા અમેરિકી વાયુ સૈનિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની સફળતાની પુષ્ટિ કરતા ગૌરવ સાથે જણાવ્યું કે, “અમે તેને શોધી કાઢ્યો છે (WE GOT HIM!)”.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જ્યારે અમેરિકી દળોને સૈનિકનું સચોટ લોકેશન મળ્યું, ત્યારે ટ્રમ્પના આદેશથી એક વિશાળ સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું જેમાં ડઝનબંધ યુદ્ધવિમાનો અને હેલિકોપ્ટરો તૈનાત કરવામાં આવ્યા. ઈરાની કોન્વોય ને સૈનિક સુધી પહોંચતા રોકવા માટે અમેરિકી વિમાનોએ ભારે બોમ્બમારો કર્યો.જયારે એક્સટ્રેક્શન ઝોન પાસે અમેરિકી કમાન્ડો અને ઈરાની દળો વચ્ચે સીધી અથડામણ થઈ હતી.આ ઓપરેશન દરમિયાન એક અમેરિકી હેલિકોપ્ટર પર ફાયરિંગ થયું અને એક A-10 એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યું, જેના પાયલોટને બાદમાં પર્સિયન ગલ્ફમાંથી બચાવી લેવાયા જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો વધુમાં ટ્રમ્પે ખુલાસો કર્યો કે આ ઓપરેશન પહેલા એક બીજા પાયલોટને પણ બચાવવામાં આવ્યો હતો, પરંતુ બીજા મિશનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ગુપ્ત રખાયું હતું. સૈન્ય ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે બે અમેરિકી પાયલોટોને અલગ-અલગ રીતે દુશ્મનના ઈલાકામાંથી બચાવી સુરક્ષિત બહાર કઢાયા હોય તેમજ આ ઓપરેશન બાદ ટ્રમ્પે અમેરિકી સૈન્યની તાકાતનું પ્રદર્શન કરતા કહ્યું કે, “અમે સાબિત કરી દીધું છે કે અમે આકાશમાં સંપૂર્ણ વર્ચસ્વ (Air Dominance) ધરાવીએ છીએ. અમે ક્યારેય કોઈ અમેરિકી યોદ્ધાને દુશ્મનના ભરોસે પાછળ નહીં છોડીએ.” હાલમાં બચાવવામાં આવેલા સૈનિકને સારવાર માટે કુવૈત (Kuwait) લઈ જવામાં આવ્યો છે.